સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (16:21 IST)

જંબુસરમાં મોદી સભામાં પહોંચે તે પહેલાં જ સાપની એન્ટ્રી થઈ, લોકોમાં દોડધામ મચાવી નાંખી

snake in modi sabha
ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. સાપની નજીકમાં જ ખુરસી પર બેસેલા બાળકને એક પોલીસકર્મીએ ઉઠાવી લીધો હતો અને ત્યાંથી સહીસલામત જગ્યાએ ખસેડ્યો હતો.

જંબુસરમાં વડાપ્રધાનના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપે દેખા દેતાં લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ દોડી આવ્યાં હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતાં થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરસીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો.સભા મંડપમાં સાપ નીકળતાં અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યૂ કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર ચારકોને મેદાને ઉતાર્યા છે. ભાજપ તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાની સંભાળી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી છે.