1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (15:59 IST)

નરોડા બેઠક પર ઉમેદવાર બદલ્યા બાદ દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું

કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠકો પર ગઠબંધન થયું છે. જેમાં નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડવાનાં છે. ત્યારે અગાઉ અમદાવાદની નરોડા બેઠક પરથી NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. ત્યારે નવા ઉમેદવારને ચૂંટણી લડવા તૈયાર કરી દેવાયા હતાં.હવે સૌથી મોટો ઉલટફેર દેવગઢબારિયા બેઠક પર જોવા મળ્યો છે. આ બેઠક પરથી છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે.  હવે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે.

ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘચંદ ડોડવાણી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક ધમાલ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલી નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જેના કારણે હવે મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડવાના છે.કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કર્યું હોવાથી આ પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે.