શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2019 (13:16 IST)

અમદાવાદમાં જન્મદિવસની પાર્ટીમાં તલવારથી એકસાથે 18 કેક કપનારા યુવકની ધરપકડ

જન્મદિનની ઉજવણી નિમિત્તે એક સાથે 18 જેટલી કેક તલવારથી કાપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. મિત્રો સાથે ઉજવણી દરમિયાન ઉન્માદમાં કરવામાં આવેલી આ હરકતને પગલે પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં પોલીસે વીડિયો અંગે ખરાઈ કરતા તે નિકોલના એક વિસ્તારમાં ઉતાર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું,

જેને પગલે વધુ તપાસમાં રાજદીપસિંહ જાડેજા નામના યુવક દ્વારા તેના જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર વડે કેક કાપી હતી. જેના પગલે નિકોલ પોલીસે રાજદીપસિંહની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ આજ રીતે જન્મદિવસની પાર્ટી દરમિયાન તલવાર વડે કેક કાપવામાં આવી હતી. ઉપરાંત કેટલીક પાર્ટીઓમાં ફાયરિંગ થયાના પણ કિસ્સાઓ બન્યા છે. થોડા સમય અગાઉ રોડ પર બર્થડે પાર્ટી નહીં ઊજવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.