ફીક્કી ફ્લો- બબીતા જૈન અમદાવાદના નવા ચેરપર્સન તરીકે નિમાયા
ફીક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના નવા ચેરપર્સન તરીકે બબીતા જૈનની નિમણુંક કરવામાં આવી છે. વિદાય લેતાં ચેરપર્સન શુભા ભંડારીએ નવા ચેરપર્સન બબીતા જૈનને ઔપચારિક રીતે સત્તાના સુત્રો સોંપ્યાં હતાં. બબીતા જૈન લેડી શ્રી રામ કોલેજમાંથી ફિલોસોફીના વિષયમાં સ્નાતક થયાં છે. તેમણે છેલ્લાં એક દાયકાથી ગાર્મેન્ટ્સના નિકાસને લગતાં બિઝનેસમાં વિશેષ સાહસ કરીને મોટું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું મારા પુરોગામીઓએ કરેલી ઉદાહરણરૂપ કામગીરી તથા ભિન્ન પ્રતિભા ધરાવતાં સભ્યોનો સહયોગ લઈને મહત્વાકાંક્ષી કાર્યક્રમો હાથ ધરવા માંગુ છું. આ વર્ષ 2018-19 માટે મારો હેતું ઈન્સપાયર, ઈગ્નાઈટ અને ઈમ્પેક્ટનો હશે. હું માનું છું કે આપણે જ્યારે મહિલાઓને તેમની ક્ષમતાનો ઉપયોગ કરીને તેમની પસંદગીને મહત્વ આપીએ છીએ ત્યારે ખૂબજ અસરકારક કામગીરી કરી શકીએ છીએ.
બીજી બાજુ પૂર્વ ચેરપર્સન શુભા ભંડારીએ જણાવ્યું હતું કે ફ્લો મહિલાઓના સશક્તિકરણ તથા મહિલાઓના ઉત્કર્ષ માટેનું એક મંચ છે. વિતેલા વર્ષમાં મને મહિલાઓની મદદ કરવાની તક મળી છે. અને અનેક મહિલાઓના જીવન પરિવર્તન માટે સહાયક બની ચુકી છું.
ચેરપર્સનઃ બબીતા જૈન
કમિટીઃ-
સિનિયર વાઈસચેર- તરુણા પટેલ
વાઈસ ચેર- નંદિતા મુન્શો
સેક્રેટરી- કિન્નરી મારડિયા શાહ
જોઈન્ટ સેક્રેટરી- મીનાક્ષી ખન્ના
ટ્રેઝરર- પૂજા સિંઘવી
જોઈન્ટ ટ્રેઝરર- બિન્દુ ઠક્કર