રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (12:23 IST)

ભરૂચના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ હત્યા કરાઈ

ભરૂચના વાલિયાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ નિગ્રો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આ સમાચાર મળતાં જ તેનાં પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવાનનું નામ શૌકત મામુજી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના વાલિયાના સિલુડી ગામનો યુવાન આફ્રિકાના મોઝામ્બિકમાં રોજગાર માટે ગયો હતો. અહીં, તે તેનાં સંબંધીઓ સાથે રહેતો હતો. તે પોતાના સ્ટોર પર કામ કરતો હતો ત્યારે હત્યારા તેના ત્યાં લૂંટ કરવા આવ્યા હતા. શૌકત મામુજીએ તેમનો પ્રતિકાર કર્યો હતો. લૂંટારાએ સૌ પ્રથમ લૂંટ ચલાવી હતી અને ત્યાર બાદ પ્રતિકાર કરનારા શૌકતને જીવતો જ સળગાવી દીધો હતો. ભરૂચમાં રહેતા તેનાં પરિજનોને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ગામના લોકો પરિજનોને દિલાસો આપવા માટે શૌકતના ઘરે દોડી આવ્યા હતા. આ સાથે જ સરકાર તરફથી આફ્રિકામાં ધંધાર્થે ગયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે સુરક્ષા વ્યવસ્થા કરવાની પણ માગણી ઉઠી છે.છેલ્લા કેટલાક સમયમાં ભરૂચના આ ત્રીજા યુવાનની આફ્રિકામાં હત્યા કરવામાં આવી છે.