ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (11:01 IST)

ગુજરાત બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર

gujarat board exam
આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં આપવાની બોર્ડની તૈયારી છે.
 
ધોરણ 10 અને 12ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે. પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે. જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે. તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલુ આપવામાં આવશે.
 
આ આયોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલુ જાહેર થશે. એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે.