ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 ડિસેમ્બર 2024 (17:11 IST)

સંજીવ ભટ્ટને મળી મોટી રાહત, ગુજરાત કોર્ટે 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા

શનિવારે પોરબંદરના અધિક સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટને 1997માં નોંધાયેલા એક કસ્ટોડિયલ હિંસાના કેસમાં દોષમુક્ત જાહેર 
કર્યા હતા.
 
કોર્ટે આઇપીસીની કલમ 326, 330 અને 34 મુજબ નોંધાયેલા ગુના ભટ્ટને પુરાવાના અભાવે શંકાનો લાભ આપ્યો હતો.
 
નોંધનીય છે કે સંજીવ ભટ્ટ હાલ જામનગર કસ્ટોડિયલ ડેથ અને પાલનપુરમાં વકીલને ખોટા કેસમાં ફસાવવાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
 
પોરબંદર ખાતેના કેસમાં જિલ્લાના તત્કાલીન ડીએસપી સંજીવ ભટ્ટ સહિત એક પોલીસ કૉન્સ્ટેબલે વર્ષ 1994ના ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટના એક કેસના આરોપી નારણભાઈ 
 
પોસ્તરિયાને પોલીસ કસ્ટડીમાં માર મારી અને ગુપ્તાંગ તેમજ સહિતના શરીરના ભાગોએ ઇલેક્ટ્રિક શૉક આપવાનો આરોપ કરાયો હતો.
 
આ કેસમાં કરાયેલા આરોપો અનુસાર નારણભાઈ પોસ્તરિયાને વર્ષ 1997માં સાબરમતી જેલમાંથી લઈ આવીને પોરબંદર એલસીબી ઑફિસમાં ફરિયાદીનું પૅન્ટ ઉતારી દોઢ કલાક સુધી જીભ, છાતી, મોઢે અને 
 
ગુપ્તાંગે ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા. આ સિવાય ફરિયાદીના પુત્ર અને તેમના ભાઈને પણ પ્રતાડિત કરાયાનો આરોપ હતો.
 
આ કેસમાં બચાવપક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદપક્ષ દ્વારા વર્ષ 1997માં પોલીસ રિમાન્ડથી બચવા માટે ખોટો કેસ કર્યો હતો. ઉપરાંત ફરિયાદી પોતે નામચીન ગૅંગસ્ટર રહી ચૂકેલ હોવાની તેમજ 
 
પોલીસ અધિકારી તરીકે કરેલા ફરજ પર કરેલા કૃત્ય અંગેની ફરિયાદ આ કેસમાં ફોજદારી કાર્યવાહી નિયત સમયમાં ન કરાઈ હોવાની દલીલ કરાઈ હતી.
 
કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે પ્રસ્તુત કામના આરોપીઓએ સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીને બળજબરી કબૂલાત કરાવવા માટે માર માર્યાનો કેસ નિ:શંકપણે પુરવાર નથી કરી શક્યા. જેથી 
 
આરોપી એવા પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને પુરાવાના અભાવે આ કેસના આરોપોથી મુક્ત કરી દેવાય હતા