સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (11:04 IST)

ગુજરાતમાં આવી શકે છે જળસંકટ, કડાણા ડેમમાંથી 7 જીલ્લાઓને અપાતુ પાણી બંધ કરી દેવાયુ

kadana dam
ખેડા, આણંદ, મહીસાગર સહિત નવ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે. 
 
કડાણા જળાશયમાં હાલ 50 ટકા પાણી જથ્થો હયાત છે. એટલે કે, કડાણા જળાશયની સપાટી હાલ ઘટીને 397.5 ફૂટ થઈ ગઈ છે. મહત્વનું છે કે, કડાણા પર આધાર રાખતાં વણાંકબોરી ડેમનું હાલ લેવલ 219 ફૂટ છે. જેને લઈને કડાણાથી વણાંકબોરી ડેમમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે  પાણીની ન્યૂનતમ સપાટી 373 ફૂટે પહોંચશે ત્યારે પાણી મળવું મુશ્કેલ થઈ જશે   
 
ગુજરાત રાજ્ય માટે મોટું જળસંકટ ઊભું થાય તેવા એંધાણ
 
આ પહેલા માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું હતું. જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયું હતું. આમ આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ બને તેવી સંભાવના દેખાતા તંત્ર દ્વારા કડાણા ડેમમાંથઈ મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે