1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 22 જાન્યુઆરી 2022 (15:33 IST)

દાહોદનાં લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટના, 2નાં મોત અને 7 લોકો ઘાયલ

દાહોદનાં લીમખેડામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હીટ એન્ડ રનમાં 2નાં મોત અને 7 લોકો ઘાયલ થયા છે. લીમખેડાનાં મંગળ મહુડીમાં પિકઅપ અને ટ્રક વચ્ચે હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. મંગળ મહુડીમાં વહેલી સવારે શાકભાજી ભરેલી પીકઅપ રસ્તા નજીક ઉભી હતી એ દરમિયાન આ ઘટના ઘટી હતી.
 
 
ટ્રકે પિકઅપને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી આ દુર્ઘટનામાં 2 મહીલાનાં મોત થયા છે તો 7 લોકો ઘાયલ થયા છે. જો કે, આ ઘટનામાં ટ્રક ચાલક ટક્કર મારીને ટ્રક લઈને ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.