રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (13:58 IST)

વિચિત્ર ઘટના: પરિવારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કર્યા તે વૃદ્ધ ઘરે પરત ફર્યા, જોઇ લોકોના પગ નીચે જમીન સરકી ગઇ

Bizarre incident
ભારતમાં અવાર નવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હતા. ક્યારેક એવી અજીબો ગરીબ ઘટના સર્જાતી હોય છે જેને લઇને વિશ્વાસ કરવો એ મોટો પ્રશ્ન બની જાય છે ત્યારે જામનગરમાં આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જામનગરના કાલાવાડમાં જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે વૃદ્ધ ઘરે પરત ફરતા ભરે કૂતૂહુલ સર્જાયું હતું. આ ઘટનામાં પરિવાર અને પોલીસતંત્રની બંને બેદરકારી સામે આવ્યા છે. પોલીસ અને પરિવાર બંને દ્વારા લાશની યોગ્ય રીતે ખરાઈ ન કરાતા આ ઘટના સર્જાઇ હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના કાલાવાડ વિસ્તારમાં રહેતા દયાળજી દામજીભાઇ રાઠાડો અને કેશુભાઇ મકવાણા બંને અલગ અલગ વૃદ્ધો ગુમ થયા હતા. બંનેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાં એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે કેશુભાઇ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે પરિવારે મૃતદેહ સ્વિકારીને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. 
 
જોકે અંતિમ વિધિ બાદ કેશુભાઇ મકવાણા ઘરે આવ્યા તો તેમને જોઇને પરિવારજનો આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. જેને લઇને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દયાળજી રાઠોડ નામના વૃદ્ધને કેશુ મકવાણા સમજીને અંતિમ સંસ્કાર કર્યા હતા. જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો. આ ઘટનામાં પોલીસ અને પરિવાર બંનેની બેદકારી સામે આવી હતી. 
 
જોકે આ ભૂલના કારણે હવે પોલીસ ફરીથી અલગ કાર્યવાહી કરી સ્મશાનમાં જઇ અસ્થીકુંભમાં નામ ફેરફાર કરવામાં આવ્યા હતા.