ભાજપનો આંતરિક સર્વે : 6 મનપામાં જીત સરળ પણ જિલ્લા-તાલુકા પંચાયતોમાં જીતવું ભાજપ માટે અઘરું રહેશે

Last Modified મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (14:06 IST)
ગુજરાતના ખેડૂતો ભલે ખેડૂત આંદોલનમાં જોડાયા નથી પરંતુ ચૂંટણીના મતદાનમાં રોષ વ્યકત કરે તો ભાજપને હાર નો ડર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હમે માત્ર થોડાકજ દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી એ સત્તા ધારી પક્ષ અને વિપક્ષો કાંટાની ટક્કર રહે તેવી અટકળો લગાવાઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો છે. જેમાં છ મહાનગર પાલિકામાં ભાજપના વિજય ની શક્યતા છે. જેમાં પણ તમામ છ મહાનગર પાલિકામાં ભાજપ તરફી વાતાવરણ હોવાનો સર્વેનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે તેવી શક્યતાઓ સર્વે માં બહાર આવી છે, 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે.
જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકા માં ભાજપ ની પીછેહટ પાછળ ના એવા કારણો તારવવામાં આવ્યા છે કે, શહેરો જેટલી સુવિધા હજુ ગામડાઓમાં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણાં સાના અને સમજુ ની સાથે જ્ઞાતિવાદ, અને પરિવાર અને સમાજ વાદ માં વધુ માનતા હોવાથી રાજકીય પક્ષ કરતા વધુ ઉમેદવાર ને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે તેથી માત્ર ભાજપ ના ચિન્હ થી જીતવું ઘણું અઘરું છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણભાજપ ની સરકાર થી સંપૂર્ણ સંતુષ્ટ પણ નથી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન માં ભલે ગુજરાત ના ખેડૂતો જોડાયા નથી પરંતુ ચૂંટણી માં મતદાન ના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે તેવી પણ સંભાવના છે.
ગ્રામીણ વિસ્તારમાં ભાજપ માટે ઉમેદવાર પસંદગી પર તમામ આધાર રહેલો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. પક્ષોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે કે ટીકિટ વાંચ્છુકોની પણ લાઈનો લાગી છે. તમામ પક્ષો તેમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.


આ પણ વાંચો :