શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (12:57 IST)

Velavadar Blackbug National Park: દિવાળી પહેલા ખુલી જશે ગુજરાતનુ આ નેશનલ પાર્ક જાણો ઑનલાઈન બુકિંગ

Blackbug National Park
Velavadar Blackbug National Park: મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે કે, 16/10/2024 થી રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે જેની તમામ વન્યજીવ પ્રેમીઓ અને મુલાકાતીઓએ નોંધ લેવી. .
બ્લેકબલ નેશનલ પાર્ક ભાલ એરિયા અને ભાવનગર જીલ્લાના એક અમૂલ્ય દૃશ્ય છે . 
 
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ પ્રદેશ અને ખાસ કરીને ભાવનગર જિલ્લાનું અમૂલ્ય દૃશ્ય છે. અહીંની જૈવવિવિધતા લોકો માટે અભ્યાસ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફ્રી-રોમિંગ બ્લેક બક ઉપરાંત, આ પ્રદેશ અને 
 
તેના વન્યજીવનને સંરક્ષણ અને જાહેર સમર્થન દ્વારા સારી રીતે સુરક્ષિત કરવામાં આવે છે, જ્યારે વરુ અને ખાદીમોર જેવા જંગલી પ્રાણીઓની સંખ્યા સમગ્ર ભારતમાં ઘટી રહી છે.
 
આ વિસ્તાર ખાસ રૂપથી ઓક્ટિબરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસી પંખીડાઓ માટે એક સેંચુરી છે. હેરિયર કુળ (પટ્ટાઈઓ) ના પક્ષીઓના સાંપ્રદાયિક નિશાચર મૂળના કારણે આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત 
બન્યું છે.
 
પ્રવાસીઓ માટે આવાસ રાત્રી રોકાણ માટેનું બુકિંગ માત્ર ઈકો ટુરીઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની હોસ્ટેલમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ રહેશે. હોસ્ટેલના એડવાન્સ બુકિંગ માટે, મોબાઈલ નંબર 6353215151/9327041859 પર સંપર્ક કરો અને નેશનલ પાર્કની મુલાકાત માટે બુકિંગ Girlion.gujarat.gov.in પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાશે, જે તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને લેવા વિનંતી છે.