રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (13:58 IST)

પાલનપુરમાં નેત્રહિન બાળકી સાથે બે અંધ શિક્ષકોએ ગુજાર્યો બળાત્કાર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બે નેત્રહિન શિક્ષકો પર 15 વર્ષની કિશોરી પર અને નેત્રહિન વિદ્યાર્થી પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ બંને શિક્ષકો અંબાજીમાં એક પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા સ્કૂલના શિક્ષક છે. બંને આરોપીઓમાંથી એકની ઉંમર 62 વર્ષની છે અને પીડિતાની ઉંમર 15 વર્ષની છે. પીડિતાની ફરિયાદના આધારે બંને વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
 
મળતી માહિતી અનુસાર આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતા દિવાળીની રજા પર પાટણ જિલામાં આવેલા પોતાની ફઇના ઘરે આવી હતી. પીડિતાએ સમગ્ર કિસ્સો ફઇને જણાવ્યો હતો. પીડિતાના અનુસાર ગત ચાર મહિનામાં આ બંને આરોપીઓએ ઘણીવાર બળાત્કાર ગુજાર્યો હતો. રજાઓ બાદ જ્યારે પીડિતાએ સ્કૂલ જવાની ના પાડી તો પરિવારના લોકોને શંકા ગઇ હતી. પછી પીડિતાએ જણાવ્યું હતું કે શિક્ષક ચમન ઠાકોર (62) અને જયંતિ ઠાકોર (30)એ તેની સાથે બળાત્કાર ગુજાર્યો છે. પીડિતા આ સ્કૂલમાં મ્યૂઝિક શીખે છે. આ સ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રીહેબિલિટેશન અને વોકેશનલ ટ્રેનિંગ પોગ્રામ ચલાવવામાં આવે છ. વિદ્યાર્થીઓ સ્કૂલની હોસ્ટેલમાં રહે છે. 4 નવેમ્બરના રોજ પીડિતાની ફઇની ફરિયાદના અનુસાર પહેલીવાર બે મહિના પહેલાં મ્યૂઝિક રૂમમાં જયંતિ ઠાકોરે બળાત્કાર ગુજાર્યો હતો. ત્રણ દિવસ બાદ તે રૂમમાં ચમન ઠાકોરે પણ બળાત્કાર ગુજાર્યો હતો. જયંતિ ઠાકોરે નવરાત્રિ પહેલાં ફરી એકવાર બળાત્કાર ગુજાર્યો હતો. 
 
પીડિતાના અનુસાર આ બધુ ત્યારે અટક્યું જ્યારે તેણે અન્ય ત્રણ શિક્ષકોને જણાવ્યું. અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી અગ્રવાતે કહ્યું કે અમે આ કેસમાં ઉંડી તપાસ કરી રહ્યા છીએ અને ફરાર થઇ ગયેલા બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ બાદ બંને શિક્ષકોને સ્કૂલમાં કાઢી મુકવામાં આવ્યા છે.