કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ બોબી પટેલને પોલીસે ઝડપી પાડ્યો, 94 પાસપોર્ટ મળ્યા - Bobby Patel is the mastermind of the Pigeon Network arrested | Webdunia Gujarati
સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (18:05 IST)

કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ બોબી પટેલને પોલીસે ઝડપી પાડ્યો, 94 પાસપોર્ટ મળ્યા

ગુજરાતમાં કબૂતરબાજીના નેટવર્કનો માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ પોલીસના હસ્તે ઝડપાઈ ગયો છે. અમેરિકા જેવા દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશન નેટવર્ક ચલાવતા અને ત્રણ ગુનામાં ફરાર બોબી પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો છે. તેની ઓફિસમાંથી પોલીસે 94 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ કબજે કર્યા છે. બોબી સામે ગાંધીનગર, દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં બોગસ પાસપોર્ટ બનાવવાના ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે  અમદાવાદના મનપસંદ જીમખાનાના જુગારના ગુનામાં નાસતો ફરતો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બોબી પટેલ ગાંધીનગર ખાતે આવ્યો હોવાની ચોક્ક્સ બાતમી મળી હતી.

આ બાતમીના આધારે SMCની ટીમે ગાંધીનગરથી બોબી પટેલની અટકાયત કરી હતી. આરોપી વિરૂધ્ધ 2022માં અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ મથક તથા સી.આઈ.ડી. ક્રાઈમ ઉપરાંત ગાંધીનગરમાં બોગસ પાસપોર્ટ બનાવવા અંગેના ગુનાઓ નોંધાયા છે.બોબી પટેલ વિરુદ્ધમાં કલકત્તા, મુંબઈ અને દિલ્હી ખાતે પણ કબુતરબાજીના ગુનાઓ દાખલ થયા છે. તે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં મોકલવાનું કબુતરબાજીનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યો છે. જેની ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં તે ખોટા પાસપોર્ટ તેમજ વિઝા માટે ખોટા દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનુ નેટવર્ક ચલાવતો હતો. પોલીસે ચાંદલોડીયા, વાડજ ખાતેની ઓફીસોએ સર્વ-તપાસ કરતાં કુલ-94 પાસપોર્ટ મળ્યા હતાં.  તેમજ 2 લેપટોપ તથા યુરોપીયન દેશોના સેન્સેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો પણ મળ્યા હતાં. પોલીસે આ દસ્તાવેજો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.