સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (15:22 IST)

દિલ્હીમાં એક કિશોરી પર એસિડ ફેંકવાની ઘટના, એક વ્યક્તિની ધરપકડ

દિલ્હીમાં શાળામાં ભણતી એક વિદ્યાર્થિની પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે.
 
દિલ્હી પોલીસ અનુસાર આ ઘટના દિલ્હીના દ્વારકા વિસ્તારની છે.
 
ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ ઘટી જ્યારે એક યુવકે વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યો.
 
પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે.
 
દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સમયે વિદ્યાર્થીની સાથે તેમની નાની બહેન પણ હતી.
 
વિદ્યાર્થીની આ મામલે તેમના બે જાણકાર લોકો પર શંકા વ્યક્ત કરી છે.
 
પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે આ મામલામાં તપાસ ચાલુ છે.
 
વિદ્યાર્થીનીના પિતાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, મેરી બંને ઢીંગલીઓ સવારે સ્કૂલ જવા નીકળી હતી. કેટલીક વાર પછી મારી નાની પુત્રી ભાગતી આવી અને કહ્યું કે બે છોકરાઓ આવ્યા અને દીદી પર એસિડ ફેંકીને જતા રહ્યા. આ છોકરાઓનું મોઢું ઢાંકેલું હતું.
 
તેમણે કહ્યું કે તેમની પુત્રીની હાલત ખરાબ છે અને તેની બંને આંખોમાં એસિડ ઘૂસી ગયું છે.