રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (15:16 IST)

રાજ્યમાં ઠંડીનુ મોજૂ યથાવત- 'રાજ્યમાં હજુ કોલ્ડવેવની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ જાહેર

ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. ચેતવણી જારી કરીને, હવામાન વિભાગે કહ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ઉત્તર-પશ્ચિમ મેદાનો અને ઉત્તર ભારતના ભાગોમાં ફરી શીત લહેર ફરી શકે છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું
 
તો અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ 9.5 ડીગ્રી નોંધાયુ છે. ઉતર ગુજરાતના ડિસા (Deesa) અને પાટણમાં (Patan) ઠંડીનું પ્રમાણ 7.7 ડીગ્રી નોંધાયુ છે.

હતું કે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં એકાદ-બે દિવસ ઠંડી યથાવત રહેશે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 12 થી 15 જાન્યુઆરીની વચ્ચે પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડા મોજાની સ્થિતિની અપેક્ષા છે. 'ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અલબત્ત, બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે. '
 
આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 9.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 8 ડિગ્રી નોધાયો હતો. તેમજ વડોદરામાં 11.3 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને ભાવનગરમાં 13 ડિગ્રીન નોધાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં ઉત્તરીય પૂર્વીય પવનોના કારણે લધુત્તમ તાપમાનનો પરો 15 ડિગ્રીની આસ પાસ પહોંચવા પામ્યું હતું.
 
રાજ્યભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. આગામી 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા છે. અમદાવાદ, અમરેલી, કચ્છ અને બનાસકાઠામાં ઠંડી રહેશે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાશે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ઠંડીના કારણે ઉત્તરાયણમાં પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે. તો બીજી તરફ 14મી જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં.