શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (11:20 IST)

સુરત સિવિલ હોસ્પિટલમાંથી પાંડેસરાનો કોવિડ પોઝિટીવ યુવાન ભાગી ગયો

નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે સાંજ સુધીમાં ઇંમરજન્સીમાં સારવાર માટે આવેલા 9 દર્દીના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાંડેસરાનો યુવાન સિવિલમાંથી ભાગી ગયો હતો. જ્યારે અન્ય દર્દીને કોવિડ બિલ્ડીંગમાં શિફટ કરવામાં આવ્યા છે. શનિવારે તાત્કાલિક સારવાર વિભાગમા આવેલા 140 વ્યક્તિના કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 32 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જયારે રવિવારે સાંજ સુધીમાં 46 પૈકી 9 દર્દીના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 62 હજાર 204ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 128 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 163 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27 હજાર 913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 27 હજાર 887 દર્દીની હાલત સ્થિર છે.
 
ઓમિક્રોનના  કેસ
 
રાજ્યમાં આજે આણંદ-3, રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 236 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 186 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે.