રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (13:16 IST)

સી.આર પાટીલે પાર્ટી વિરોધી ગતિવિધિ માટે 38 પદાધિકારીઓને કર્યા સસ્પેંડ

નવસારી સાંસદ સી.આર.પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત બાદથી જ તે કાર્યકર્તાઓમાં જોવા મળી રહેલી નારાજગીને ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે પોતાના સૌરાષ્ટ્ર દરમિયાન પાર્ટીમાં ગુટબાજી કરવા વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હવે તેમણે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પાર્ટી વિરૂદ્ધ બગાવત કરનાર અને નગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને અંજામ આપનારને સસ્પેંડ કરી દીધા છે. 
 
જાણકારી અનુસાર ભાજપના પ્રદેશ અધ્યક્ષના નગર નિગમ ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ 38 ભાજપના પદાધિકારીઓને સસ્પેંડ કરી દીધા છે. આ સસ્પેંડ 38 પદાધિકારીઓમાં રાપરના 13, ઉપલેટાના 14, હારીજના 4, થરાદના 3, ખેડબ્રહ્માના 2 અને તળાજાના 2 અધિકારીઓ સામેલ છે. ભાજપના સભ્યો દ્વારા આ પાર્ટે વિરોધી ગતિવિધિઓ કારણે કેટલા સ્થળ પર ભાજપ પર નગરપાલિકાની સત્તા ગુમાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. એટલા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ સભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. 
 
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે 24 ઓગસ્ટ 2020ના રોજ આયોજિત નગરપાલિકાઓમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દરમિયાન પાર્ટીના જનાદેશનું અપમાન કરવાના આરોપને જોતાં અધ્યક્ષ સીઆર પાટીલના સૂચન પર નિમ્નલિખિત ચૂંટાયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી તત્કાલિક પ્રભાવથી સસ્પેંડ કરી દીધા છે. 
 
સસ્પેંડ સભ્યોમાં ખેડબ્રહ્મા નગર પાલિકાના દશરથ પ્રજાપતિ અને નિશા રાવલ, હારીજ નગરપાલિકના પ્રફૂલ પરમાર, ભગવતી ઠાકર, અમરત પ્રજાપતિ અને વિમળા રાવલ, થરાદ નગરપાલિકાથી કાંતા પંડ્યા, કાસમ પરમાર અને નર્મદા રાઠોડ, કચ્છના રાપર નગરપાલિકામાં જકુબ કુંભાર, મહેશ્વરિયા સોઢા, સકીના રાઉમા, મુળજી પરમાર, હતુભા સોધા, નિલાંબા વાઘેલા, હેતલ માળી, પ્રવીણ ઠક્કર, શૈલેષ શાહ, નરેન્દ્ર સોની, ગંગા સિયારિયા, ધીંગા પઢીયાર અને બળવંત વિસનજી સામેલ છે. 
 
સાથે સાથે ઉપલેટ નગરપાલિકાથી રણુભા જાડેજા, જયંતિ રાઠોડ, અમિતા કલવાડિયા, સુશીલાબા જાડેજા, જયશ્રી સોજિત્રા, વર્ષા કપુપારા, ઉષા વસારા, રામા કટારિયા, રમા ડાર, જગદીશ કપુપારા, દાના ચંદ્રવાડિયા, રાણી ચંદ્રવાડિયા, વર્ષા ડેરે અને અશ્વિન સામેલ છે. 
 
આ ઉપરાંત ભાવનગરના તળાજા નગર પાલિકાથી વીનૂ વેગડ અને લાડૂ રાઠોડ પણ સામેલ છે. મોટી વાત એ છે કે વીનૂ વેગડ કોંગ્રેસમાં સામેલ પણ થઇ ગયા છે અને કોંગ્રેસે તેમને તળાજા નગરપાલિકાના અધ્યક્ષના રૂપમાં સિલેક્ટ કર્યા છે.