સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 માર્ચ 2021 (10:48 IST)

પતિ પત્ની ઔર વો: અમદાવાદમાં પતિ બન્યો હત્યારો, પત્નીની હત્યા કરી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોમવારે હત્યાનો સનસની ખેજ ખુલાસો સામે આવ્યો છે. હાટકેશ્વર રોડ સ્થિતિ અતિથિ પેલેસમાં પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણતાં થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.  
 
મળતી માહિતી અનુસાર અમરાઇવાડીના સ્લમ ક્વાર્ટર ટોરેન્ટ ટાવર પાસે રહેલા મેહુલભાઇ સોલંકીની પત્ની યોગિતા સોલંકીની લાશ અતિથિ હોટલમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી હતી. તો બીજી તરફ મેહુલભાઇ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના અવૈધ સંબંધ વિશે ખબર પડતાં પહેલાં તેની હત્યા કરી હતી.
 
ત્યારબાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ઘટનાના સમયે હોટલના રૂમમાં હેપી બર્થડે પીયૂષ નામના યુવકનું નામ દિવાલ પર લખ્યું હતું. પોલીસનું માનવું છે કે આ પતિ-પત્ની અને વો નો કિસ્સો છે. હાલ લાશને પીએમ માટે મોકલી દેવામાં આવી છે. 
 
બીજી તરફ ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હાલ કેસની તપાસ ચાલી રહી છે. જલદી સત્તાવાર આ સંબંધની જાણકારી આપવામાં આવશે.