શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (08:50 IST)

રિસર્ચમાં કર્યો દાવો: આગામી બે અઠવાડિયામાં ગુજરાતમાં આવશે ત્રીજી લહેરની પીક

કોરોનાની ત્રીજી લહેરનો ગુજરાત સહિત દેશભરમાં કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી બે અઠવાડિયામાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. IIT મદ્રાસે અભ્યાસમાં દાવો કર્યો છે કે ૬ ફેબ્રુઆરી સુધી સૌથી વધુ કેસ નોંધાઈ શકે છે.
 
જ્યારે કોઈ દ્વારા સંક્રમણ ફેલાવાનો દર એટલે કે ઇ વેલ્યૂમાં પણ ઘટાડો થઈ શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે. જેથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પીક ૧૪ દિવસમાં જોવા મળી શકે છે.
 
IITમદ્રાસે જણાવ્યું છે કે કોરોનાના કેસમાં ૬ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨ સપ્તાહમાં પીક પર પહોંચી જશે. ત્રીજી લહેરનું મુખ્ય કારણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને માનવામાં આવે છે. અભ્યાસ મુજબ ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો દર બતાવનાર ઇ વેલ્યૂ ૧૪ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી વચ્ચે ૨.૨થી ઘટીને ૧.૫૭ થઈ ગઈ છે. એવામાં ત્રીજી લહેરની આગામી ૧૫ દિવસમાં પીક જોવા મળી શકે છે.એનાલિસિસના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.
 
પરંતુ આ એક માત્ર અંદાજ છે. જેમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે. કોરોનાને ફેલાવવાનો દર ઇ વેલ્યુ રજૂ કરે છે. ઇ વેલ્યુ એ જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ, કેટલા લોકોને સંક્રમિત કરે છે. જો ઇ વેલ્યુ ૧થી વધુ છે તો તેનો અર્થ છે કે કેસ વધી રહ્યાં છે અને જો ૧થી નીચે જોવા મળે તો મહામારીને ખતમ ગણવામાં આવે છે.