શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (14:52 IST)

ધંધૂકામાં યુવકની હત્યામાં પાકિસ્તાન કનેક્શન

ધંધૂકામાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે.
 
આ કેસમાં હવે વધુ નવા ખુલાસા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાન કનેક્શન (Pakistani connection In the Dhandhuka Murder Case) સામે આવી રહ્યું છે. ગ્રામ્ય પોલીસની 7 ટીમ તપાસમા જોડાઈ છે. ત્યારે બીજી તરફ મુંબઇ અને દિલ્હીના શોધખોળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત ATS લાગી છે. ત્યારે ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હોવાનુ સામે આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના 3થી 4 સંગઠનના નામ સામે આવ્યા છે. જે યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરતા હોવાનો ખુલાસો થયો છે.
 
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી. 
 
દિલ્હીના એક મૌલવી દ્વારા અમદાવાદ જમાલપુરના મૌલવીનો સંપર્ક થયો હતો. હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બન્ને યુવકો અને મૌલવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ધધુંકા પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. તેમજ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને આકરી સજા આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
 
હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. તહેરીક એ નમુને રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે.