શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (12:07 IST)

ધો. 9થી 12ની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર

ધો. 9થી 12ની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર
શિક્ષણમંત્રીએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે. રાજ્યની 18 હજારથી વધુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટીનો લાભ થશે.સરકારે ધો.9થી12ની એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમ ટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં લેવાનું નક્કી કર્યું હતું.
 
અત્યાર સુધી બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો પૂરા પાડવામાં આવતા હતા
 
ઉલ્લેખનીય છે કે, ધો.9 થી 12ની એકમ કસોટી પેપરો અત્યાર સુધી ગુજરાત શિક્ષણ વિભાગના બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો પૂરા પાડવામાં આવાતાં હતાં. પરંતુ જેમાં બોર્ડના પ્રશ્નપત્રો પરીક્ષા વાઈરલ થવાથી માંડી ઘણી સ્કૂલો પોતાની રીતે પરીક્ષા લેવા સહિતના અનેક વિવાદો ઉભા થયા હતા.ઘણી સ્કૂલોએ વિરોધ પણ કર્યો હતો.અંતે શિક્ષણમંત્રીએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે સરકારે મહત્વનો નિર્ણય કરતા હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12ની માસવાર એકમ કસોટીઓ શાળા કક્ષાએ જ લેવાશે.આમ શાળા કક્ષાએ પરીક્ષા લેવાથી હવે પ્રશ્નપત્રોની ગોપનીયતા જોખમાવાના પ્રશ્નો નહીં રહે. રાજ્યમાં હાલ 18 હજાર જેટલી ધો.9થી12ની સ્કૂલો છે અને જેમાં 9થી12ના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.જેઓની એકમ કસોટી હવે સ્કૂલ કક્ષાએ લેવાતા સ્કૂલોને મોટી રાહત થશે.