રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (14:20 IST)

પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું 92 વર્ષની વયે નિધન

રાજ્યનાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી વજુભાઈ જાનીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. 92 વર્ષની વયે વજુભાઈ જાનીનું નિધન થયું છે. તેઓ કોંગ્રેસનાં સનિષ્ઠ કાર્યકર હતાં. માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી હતાં. 1985માં તેઓ મહુવા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં અને કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતાં. આજ રોજ ભાવનગરનાં ચિત્રા મોક્ષધામ ખાતે તેઓની અંતિમવિધિ કરાશે. મહત્વનું છે કે, તેઓ ભાવનગરનાં મહુવા ખાતે અંતિમ શ્વાસ લીધાં હતાં