મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 29 જાન્યુઆરી 2022 (11:09 IST)

અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ આવતી કાલે ગાંધી આશ્રમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેની માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. અમિત શાહનાં કાર્યક્રમનાં કારણે સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
 
દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે આગામી થોડા દિવસ બાદ ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે અમિત શાહ સહિતના નેતાઓની અવર જવર સતત વધી ગઇ છે. ઉત્તરાયણ સમયે એટલે કે 15 દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. 
 
ત્યારબાદ આજે ફરી એકવાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ આવતી કાલે ગાંધી આશ્રમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. અમિત શાહના કાર્યક્રમનાં કારણે સઘન સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે.