ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (12:14 IST)

હવે લર્નિંગ લાઇસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી થશે

લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. આ સાથે આરટીઓ ખાતે લર્નિંગની કામગીરી બંધ થશે. જોકે, હાલના તબક્કે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ નહીં થાય પણ સપ્તાહ બાદ આરટીઓમાં કામગીરી બંધ થઈ શકે છે. આરટીઓ પરથી કામગીરીનું ભારણ દૂર કરવા આઇટીઆઇમાંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટેની તાલીમ સરકારે 11 ઓક્ટોબરે ગોઠવવાનું નક્કી કર્યું હોવાથી હજુ માત્ર આઇટીઆઇમાંથી લર્નિંગ લાઇસન્સની કામગીરી હાથ ધરાય તે માટે સપ્તાહનો સમય લાગશે. આ કામગીરી માટે આઇટીઆઇને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી આઇટીઆઇએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે.