સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (16:55 IST)

મહેસાણા: કુતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, ત્રણ શિક્ષકોના મોત

ગુજરાતના મહેસાણા જીલ્લામાં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. એક કારે કાબૂ ગુમાવતાં તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણેય શિક્ષકોના મોત નિપજ્યા છે. ઘટના બાદ ફાયરબ્રિગેડના જવાનો સાથે પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાર તળવમાંથી કાઢી લેવામાં આવી છે. મૃતકોમાં એક મહિલા શિક્ષક પણ છે. 
 
મળૅતી માહિતી અનુસાર મહેસાણાથી એક મહિલા શિક્ષક અને બે પુરૂષ શિક્ષણ નિયમિત રીતે કારમાં સ્કૂલ જતા હતા. મળતી માહિતી અનુસાર આજે સવારે નિયમિતની માફક ત્રણેય કારમાં સ્કૂલ જવા નિકળ્યા હતા. કાર પંચોડ પાસે પહોંચતાં અચાનક રસ્તા પર એક કુતરું આવી જતાં તેને બચાવવા માટે શિક્ષકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર નજીકના તળાવમાં ખાબકી ગઇ હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. તો બીજી તરફ માહિતી મળતા ફાયર બ્રિગેડૅના જવાનો સાથે પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. 
 
જવાનો દ્વારા ભારે મહેનત બાદ તળાવમાં કારને બહાર કાઢવામાં આવી. પોલીસે જણાવ્યું કારમાં ત્રણેય શિક્ષકોના મોત થયા છે. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. હાલ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.