રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:36 IST)

દિવાળીનાં તહેવારો દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા તા.૩૦ ઓક્ટોબર થી તા.૦૧ નવેમ્બર સુધી ૧૦૦ જેટલી ટ્રીપો દોડાવાશે

આગામી દિવાળીનાં તહેવારો દરમ્યાન લોકો પોતાનાં વતન તરફ પ્રવાસ કરતાં હોય, મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા તા.૩૦-૧૦-૨૦૨૧ થી તા.૦૧-૧૧-૨૦૨૧ સુધી વિભાગનાં તમામ પાંચ ડેપો ખાતેથી ટ્રીપોનું આયોજન કરવામાં આવેલ છે. 
 
ભાવનગર જિલ્લાનાં મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસનાં વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવાં ભાવનગર વિભાગ દ્વારા કુલ ૧૦૦ બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપોથી ૨૯ બસો, ગારીયાધાર ડેપોથી ૧૮ બસો, તળાજા ડેપોથી ૧૮ બસો, મહુવા ડેપોથી ૧૭ બસો અને પાલીતાણા ડેપોથી ૧૮ બસો દોડાવાશે.