સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 ડિસેમ્બર 2021 (16:49 IST)

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી - લંડનથી આવેલી યુવતી બાદ દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી 
જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ 
ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો યુવક 
ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલાયા હતા 
બે દિવસ પહેલાં નોંધાયો હતો શંકાસ્પદ કેસ

ગુજરાતમાં એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરિવારના એકસાછે સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં.