સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2024 (12:05 IST)

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

job scame
job scame

ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી છે. જેમાં યુનિ.માં ક્લાર્કની નોકરીનું કહી રૂ. 90 હજાર પડાવી લીધા છે. નોકરી માટે સચિવાલયમાં રૂ. 1.80 લાખ આપવાની વાત કહી હતી. તેમાં સોશિયલ મીડિયામાં પાટણના યુવકે રાજકારણમાં હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. પાટણ યુનિ.માં ક્લાર્કની નોકરી આપવાનું કહી એડવાન્સ પેટે રૂ. 90 હજાર પડાવ્યા છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વિવિધ સોશિયલ મીડિયાથી અનેક અજાણ્યા લોકો મિત્રો બની જાય છે. જે બાદ તેઓ સાથે સારા સંબંધ પણ બની જાય છે. જોકે અજાણ્યા સાથે બનેલા સંબંધો ચાંદખેડાના નિવૃત્તને પોતાના દિકરા માટે નોકરીની વાત કરવી ભારે પડી છે. સોશિયલ મીડિયામાં પાટણના યુવકે સમાજમાં શિક્ષણ લગતું કામ કરું છું અને રાજકારણમાં હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જે બાદ યુવકે પાટણ યુનિ.માં ક્લાર્કની નોકરી આપવાનું કહી એડવાન્સ પેટે રૂ. 90 હજાર પડાવ્યા બાદ સમગ્ર ભાંડો ફૂટયો હતો.

નિવૃતને છેતરપિંડી થઇ હોવાનું ધ્યાને આવતાં ચાંદખેડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચાંદખેડામાં નિવૃત જીવન જીવતા અશ્વિન બારોટનો પાટણના તરુણકુમાર બ્રહ્મભટ્ટ સાથે વર્ષ 2023માં સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. તરુણે બારોટ સમાજમાં શિક્ષણ લગતું કામ કરું છું અને રાજકારણમાં હોવાનું કહીને અશ્વિનભાઇને વિશ્વાસમાં લીધા હતા. આ સાથે પત્ની હિનાબેન એચ.એન.જી.યુ યુનિવર્સિટીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને પાટણ યુનિ. ઘણી ઓળખાણ હોવાનું કહેતા અશ્વિનભાઇએ દિકરાને ક્લાર્કની નોકરીમાં લગાવા માટેની વાત કરી હતી. જેથી તરૂણે સચિવાલયમાં રૂ. 1.80 આપવા પડશે અને હાલમાં એડવાન્સ 90 હજાર આપવા પડશે એમ કહ્યું હતું