બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (10:57 IST)

ખેડૂતો માટે લોન્ચ કરાયું પોર્ટલ, માત્ર એક SMS કરતાં લાગી જશે સિંચાઇ સિસ્ટમ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના હસ્તે 
જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ http://khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું. 
 
નીતિન પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે 
માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જી.જી.આર.સી. દ્વારા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેક્ટરમાં 
સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦૯૦ કરોડની માતબર 
રકમની સબસીડી પણ પુરી પાડી છે.
 
સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી 
પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે.