સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (11:42 IST)

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં એક જુની રહેણાંક ઈમારત ધરાશાહી

સુરતમાં એક જુની ઈમારત ધડાકાભેર તુટી પડવાની ઘટના બની છે. શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં એક જુની રહેણાંક ઈમારત ધરાશાહી થઈ ગઈ છે. વિશાલ દર્શન એપાર્ટમેન્ટનો ભાગ સોમવારે રાત્રે એક વાગ્યા આસપાસ નમી ગયો હતો. બાદમાં લગભગ ચાર વાગ્યે આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ 11 પરિવારના 25 જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી.પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ 35 વર્ષ જૂનું હતું. ચાર માળના આ બિલ્ડિંગમાં 16 ફ્લેટ અને 11 પરિવાર રહેતા હતાં. પરંતુ રાત્રે જ બિલ્ડિંગનો ભાગ નમી જતાં તમામને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળ્યાના થોડા સમય બાદ સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો ભાગ ધડાકાભેર નમી પડ્યો હતો. જો કે તેમાં કોઈને ઈજા જાન હાનિ પહોંચી નહોતી. ફાયરબ્રિગેડની એક ટીમ પણ સતર્કતાના ભાગ રૂપે તૈનાત રહી હતી.