શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 મે 2018 (14:25 IST)

GSEB/SSC Class 10th result 2018 - 28 મે સવારે 8 વાગ્યે જાહેર થશે

ગુજરાત સેકંડરી એજ્યુકેશન બોર્ડ(GSEB) 28 મે ના રોજ ગુજરાત બોર્ડની 10મુ અને SSB (સેકંડૅરી સ્કૂલ સર્ટિફિકેટ)નુ પરિણામ જાહેર કરશે.  GSEBના 10માના 2018નુ પરિણામ બોર્ડની અધિકારિક 
વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે LIVE કરવામાં આવશે. 
 
GSEBએ નોટિસ રજુ કરીને કહ્યુ કે 28 મે ના રોજ પરિણામ જાહેર કરવાના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓની તેમના સંબંધિત જીલ્લા પરિક્ષા કેન્દ્રોમાં માર્કશીટ આપવામાં આવશે. 
આ વર્ષે  (2018) લગભગ 10 લાખ વિદ્યાર્થીઓએ GSEBની એસએસસી પરીક્ષા આપી હતી. બોર્ડના 10મા/SSCની પરીક્ષઓ 12 માર્ચથી શરૂ થઈ 23 માર્ચ સુધી ચાલી હતી. 
 
વર્ષ 2017માં GSEB 10માં/SSC ધોરણનું પરિણામ 29 મે ના રોજ જાહેર થયુ હતુ. 2017માં લગભગ 7 લાખ 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ એસએસસીની પરીક્ષા આપી અહ્તી. તેમાથી 68.24 મતલબ 5 લાખ 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 
આ રીતે જુઓ તમારુ પરિણામ 
 
- સૌ પહેલા ગુજરાત બોર્ડ GSEBની ઓફિશિય વેબસાઈટ http://www.gseb.org/ પર જાવ 
 
- અહી વિદ્યાર્થી SSC 10માં ધોરણનું પરિણામ 2018ના લિંક પર ક્લિક કરો 
 
- 10માંની તમારી પરીક્ષાના રોલ નંબર અને માંગવામાં આવેલ જરૂરી ડિટેલ્સ ભરીને સબમિટ બટન પર ક્લિક કરો. 
 
- તમારુ GSEB 2018નું પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટ આઉટ કાઢી રાખો.