બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 મે 2018 (11:56 IST)

સુરતમાં વધી રહેલો ગુનાખોરીનો વ્યાપ, માત્ર ડીજે વગાડવા બાબતે હત્યા કરાઈ

સુરતમાં ગુનાખોરીનો વ્યાપ વધી રહ્યો છે. દિવસે દિવસે સુરત અત્યાચારોના ખપ્પરમાં પીસાઈ રહ્યું છે. ત્યારે બુધવારે સાંજે શહેરના ઉધના વિસ્તારમાં એક યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રણછોડ નગર નજીક બર્થડે પાર્ટી ચાલી રહી હતી ત્યારે તેમાંથી ડી.જે. વગાડવા બાબતે કોઈ વિવાદ બન્યો હતો જેમાં ડીજે સંચાલકની હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કયા કારણથી કરવામાં આવી તે સામે આવ્યું નથી. ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા પછી માહિતી આપતાં જણાવ્યું કે, બર્થડે પાર્ટીમાંથી DG વગાડવા બાબતે હત્યા કરાઈ હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ હત્યા પાછળના કારણ જાણવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે.