1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 મે 2018 (14:49 IST)

અમેરિકામાં એક કરોડનો પગાર લેવાની લાલચે સાડા પાંચ લાખ ગુમાવ્યાં

નરોડા-નિકોલ રોડ પર રહેતા અને ૧૦૮ ઇમર્જન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં કામ કરતા ડોક્ટરને અમેરિકાની કંપનીમાં રૂ.૧ કરોડના પગારની નોકરી અપાવવાને બહાને ઠગ ટોળકીએ રૂ.પ.પ૭ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. નવા-નિકોલ રોડ પર આવેલા શ્યામવિલા-૩ બંગ્લોઝમાં રહેતા અને નરોડા ખાતે૧૦૮ ઇમર્જન્સી સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા જયરાજભાઇ દેસાઇને ૩ જૂન ર૦૧૭ના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેઓ જોબસીકર.ઇન પરથી વાત કરે છે. અમેરિકાની પ્રખ્યાત કંપનીમાં તેઓને આશરે એક કરોડ રૂપિયાના પેકેજ વાળી નોકરી અપાવશે, જે માટે તેઓને રૂ.૬,૯૦૦ ભરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

રજિસ્ટ્રેશન બાદ સ્કાઇપ એપ દ્વારા ઇન્ટરવ્યુ ગોઠવી નોકરી અપાવશે. એક કરોડના પેકેજવાળી નોકરીની લાલચમાં આપીને જયરાજભાઇએ વેબસાઇટમાં લોગ ઇન કરી અને ઇઝી પે દ્વારા રૂ.૬,૯૦૦ ભર્યા હતા. બાદમાં પ્રોફાઇલ વેરીફિકેશન, ઇન્ટરવ્યુ પ્રિપરેશન, સ્કાઇપ ઇન્ટરવ્યુ, રીફન્ડ અને સિક્યોરિટી ડિપોઝિટના નામે કુલ રૂ.પ.પ૭ લાખ પડાવી લીધા હતા. અલગ-અલગ બહાનાં હેઠળ જયરાજભાઇ પાસે ઠગ ટોળકીએ પૈસા પડાવ્યા હતા. વધુ રૂપિયાની માગ કરતાં રજિસ્ટ્રેશન વખતે આવી વધારાની રકમની કોઇ જ વાત નહોતી થઇ અને રૂપિયા પરત માગતાં ગલ્લાં તલ્લાં કરવામાં આવ્યાં હતાં.