ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 11 મે 2018 (13:08 IST)

રિલાયંસ જિયોનો નવો પોસ્ટપેડ Hello પ્લાન, ફક્ત 50 પૈસામાં કરો અમેરિકામાં કૉલ

જિયોએ પોતાનો નવો પોસ્ટપેડ પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને 199 રૂપિયામાં અનેક સેવાઓ ફ્રી મળી રહી છે. જિયોએ આંતરરાષ્ટ્રીય યૂઝરને ટાર્ગેટ કરવા માટે આ પ્લાન રજુ કર્યો છે.  યૂઝર માત્ર 50 પૈસા પ્રતિ મિનિટના દરે આંતરરાષ્ટ્રીય કૉલ કરી શકે છે. આ ઉપરાંત આંતરરાષ્ત્રીય રોમિંગમાં ફક્ત 2 રૂપિયાનો ચાર્જ લાગશે. કંપનીનુ કહેવુ છે કે જિયો પોસ્ટપેડ લોકોને એક સારો અનુભવ પ્રદાન કરશે.  આ પ્લાનમાં યૂઝરને ઓછી કિમંતથી અન્ય ઑપરેટર કરતા વધુ લાભ મળશે.  ઉલ્લેખનીય છે કે જિયોએ આંતરરાષ્ટ્રીય કૉલને લઈને પણ આ પ્લાનમાં જોરદાર ઓફર આપી રહી છે.  
શુ મળી રહ્યુ છે આ ઓફરમાં 
 
જિયો ટચ સર્વિસમાં યૂઝરને વાઈસ કૉલ, ઈંટરનેટ એસએમએસ અને આંતરરાષ્ટ્રીય કૉલનુ ફીચર પ્રી એક્ટિવેટેડ મળશે. જિયોએ પોસ્ટપેડ પ્લાનમાં ઓટો પ્લેનુ ફીચર પણ મળે છે. જેનાથી યૂઝરને પેમેંટની ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારા બિલની માહિતી ઈનબોક્સમાં મળશે.  જિયોની આ સુવિદ્યા દુનિયાભરમાં મળી રહેશે. 
ભારત અને વિદેશમાં પ્લાન 
 
અનલિમિટેડ ઈંડિયા પ્લાન ફક્ત 199 રૂપિયામાં 
આંતરરાષ્ટ્રીય કૉલ ફક્ત 50 પૈસા પ્રતિ મિનિટમાં કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય રોમિંગમાં યૂઝર 2 રૂપિયા કૉલ, ડેટા અને એસએમએસનો ઉપયોગ કરી શકે છે. 
યૂઝરને આંતરરાષ્ટ્રીય કૉલ માટે કોઈ સિક્યોરિટી ડિપોઝીટ નહી આપવી પડે. 
 
jio અમેરિકા અને કનાડાના યૂઝર ફક્ત 50 પૈસા પ્રતિ મિનિટના દરથી કૉલ કરી શકે છે. બીજી બાજુ બાંગ્લાદેશ, ચીન, ફ્રાંસ, ઈટલી, ન્યૂઝીલેંડ, સિંગાપોર, યૂકેમાં યૂઝર ફક્ત 2 રૂપિયા પ્રતિ મિનિટના દરથી કોલ કરી શકે છે. જ્યારે કે હોંગકોંગ, ઈંડોનેશિયા, મલેશિયા, તુર્કીમાં યૂઝર 3 રૂપિયા પ્રતિ મિનિટના દરથી કૉલ કરી શકે છે.