શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (10:51 IST)

Reliance Jio: યૂઝર્સને લાગશે મોટો ઝટકો...આ દિવસે બંધ થશે આ સેવા

Reliance Jioનો ઉપયોગ કરનારા યૂઝર્સને જલ્દી જ એક મોટો ઝટકો લાગવાનો છે. Jio ટૂંક સમયમાં જ એક મોટી સર્વિસને બંધ કરવા જઈ રહી છે. 
 
મીડિયામાં આવેલ રિપોર્ટ્સ મુજબ રિલાયંસ જિયો પોતાની વૉલેટ સર્વિસ જિયો મની (jio money) ને બંધ કરવા જઈ રહી છે.   jio money 27 ફેબ્રુઆરીથી બંધ થવા જઈ રહી છે. આ સંબંધમાં યૂઝર્સને મેસેજ પણ મોકલવામાં આવી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે આરબીઆઈની ગાઈડલાઈંસને કારણે jio money ને કંપની બંધ કરવા જઈ રહી છે. 
 
જિયો મની (jio money)નુ કહેવુ છે કે આરબીઆઈની ગાઈડલાઈંસને કારણે બધી બેંક ટ્રાંસફર વૉલેટના દ્વારા 27 ફેબ્રુઆરી પછી નહી થઈ શકે. કોઈને પરેશાની ન થાય એ માટે ગ્રાહક 26 ફેબ્રુઆરી સુધી મફત એકવાર બેંક ટ્રાંસફરની સુવિદ્યા લઈ શકે છે. ત્યારબાદ આ સેવા બંધ કરી દેવામાં આવશે. 
 
જિયો પેમેંટ બેંક માટે રાહ જોવી પડી શકે છે 
 
બીજી બાજુ બેંકની સેવા શરૂ કરવાની યોજના બનાવી રહેલ રિલાયંસ જિયોને હાલ આ સર્વિસ શરૂ કરવામાં વધુ સમય લાગી શકે છે. તેની પાછળ આરબીઆઈની એ ગાઈડલાઈન્સ બતાવાય રહી છે જેમા કંપનીઓને નો યોર કસ્ટમર(કેવાઈસી)ને પૂરુ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.