મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (14:44 IST)

ગુજરાત આમ આદમી પાર્ટીનું નવું સંગઠન માળખું જાહેર

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં.AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે(Sandeep pathak)  ઈસુદાન ગઢવીને (Ishudan gadhvi)  AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી, ગુજરાતના ખજાનચી બનાવાયા છે.'
 
ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી હતી. જેમાં 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.