બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 30 મે 2017 (10:46 IST)

GSEBનું ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર પરિણામ જોવા ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે સૌધી વધુ પરિણામ એલીસબ્રીજ (અમદાવાદ)નું 100 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછી પરિણામ ભીખાપુરનું 10.07 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકે છે.
 
રાજ્યનું ઓવરઓલ 56.82 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પરિણામ એક ટકા ઉંચુ આવ્યું છે. આજે પણ ઘોરણ 10ના પરિણામની જેમ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 70.88 ટકા જાહેર થયું છે જ્યારે વિદ્યાર્થીઓનું 47.28 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે આવ્યું છે. ગુજરાતી માધ્યમના 55.42 ટકા પરિણામ સામે અંગ્રેજી માધ્યમમાં 74.20 પરિણામ જાહેર થયું છે.      
 
ગ્રેડ પ્રમાણે પરિણામ જોવા જઈએ તો આ રહ્યુ કુલ પરિણામ 
 
ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓ
A1 ગ્રેડ 257 વિદ્યાર્થીઓએ મેળવ્યો
A2 ગ્રેડ 7055 વિદ્યાર્થીઓએ મેળવ્યો
B1 ગ્રેડ 31564 વિદ્યાર્થીઓએ મેળવ્યો
B2 ગ્રેડ 63,808 વિદ્યાર્થીઓએ મેળવ્યો
C1 ગ્રેડ 80172 વિદ્યાર્થીઓએ મેળવ્યો
C2 ગ્રેડ 59666 વિદ્યાર્થીઓએ મેળવ્યો
D ગ્રેડ 385674 વિદ્યાર્થીઓએ મેળવ્યો
E1 ગ્રેડ 60 વિદ્યાર્થીઓએ મેળવ્યો