સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (15:18 IST)

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો,

Photo : Instagram
ગુજરાતી લોકગાયિકા પર હુમલો- ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, 
 
ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર સોમવારે રાત્રે હુમલો થયો. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના  એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર અટેક કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે.

જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.