શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (16:27 IST)

દેશના 500 શહેરોમાં ગુજરાતના નવસારીનો સ્વચ્છતા મિશનમાં સમાવેશ

સ્વસ્થ ભારત મિશનમાં દેશભરના 500 શહેરનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં ગુજરાતમાંથી એકમાત્ર નવસારીની પસંદગી કરવામાં આવી છે. નવસારી નગરપાલિકા દ્વારા આ મીશન માટે સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત નવસારીના શહેરીજનોએ ઘરમાં કચરાપેટી રાખવી જરૂરી બનશે અને દરેકે તેમાં જ કચરો ભેગો કરવાનો રહેશે. પાલિકા સેનિટેશન શાખાના વાહનો કચરો એકત્ર કરવા આવે ત્યારે તેઓને સહકાર આપવા કહેવામાં આવ્યું છે.  ઉપરાંત નગર પાલિકા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો કે જાહેરમાં શૌચક્રિયા કરવા જવાને બદલે ઉપલ્ધ શૌચાલયનો ઉપયોગ કરવો. કેન્દ્ર સરકારની પ્રતિનિધિઓ દ્વારા પસંદ થયેલા શહેરોમાં સરવે હાથ ધરવામાં આવશે. જે સર્વે દરમિયાન સરકારી ધોરણો મુજબ નવસારીને ગુણ મળશે. તો નવસારી નગરપાલિકાને સ્વસ્થ શહેરનું ઉચ્ચ બિરુદ પ્રાપ્ત થશે.નવસારીમાં સ્વચ્છતાને લગતી કોઇપણ ફરિયાદ માટે એન્ડ્રોઇડ એપ પણ લોંચ કરવામાં આવી છે. તદ્દઉપરાંત શહેરી સ્વચ્છતા હેલ્પલાઇન નંબર 180041906020 ટોલ ફ્ર્રી નંબર પર પણએ સ્વચ્છતા લગતી કોઇપણ ફરિયાદ કરી શકો છો.