સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 ઑક્ટોબર 2018 (10:46 IST)

અચ્છે દિનનો સરવેઃ CM પદે 48% ટકા લોકોની પહેલી પસંદ રૂપાણી, 43 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નવ મહિના પસાર તયા બાદ રાજ્યના વધુ લોકો વિજય રૂપાણીને મુખ્યપ્રધાન પદ પર બન્યા રહેતા જોવા ઈચ્છે છે. લોકર્પિયતાના મામલામાં રૂપાણી પોતાના નજીકના વિરોધી અને કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલથી ઘણા આગળ છે. આ વાત ઈન્ડિયા ટુડે પોલિટિકલ સ્ટોક એક્સચેન્જના સર્વેમાં સામે આવી છે. રાજ્યની રાજકીય સ્થિતિને સમજનાર આ સર્વેમાં સામે આવ્યું કે, ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઈને વધુ લોકોની મત આંદોલનને આગળ ચાલુ રાખવાના પક્ષમાં નથી. 
ઈન્ડિયા ટુડે-માઇ-ઈન્ડિયા PSEના સર્વે પ્રમાણે, રાજ્યના 48 ટકા મતદાતા વિજય રૂપાણીને જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે. લોકપ્રિયતાના મામલામાં તેઓ પોતાના વિરોધી કોંગ્રેસ નેતા શક્તિ સિંહ દોહિલ કરતા ઘણા આગળ છે. શક્તિ સિંહને માત્ર 11 ટકા લોકોએ મુખ્યપ્રધાન પદના દાવેદાર ગણાવ્યા છે.  વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારના કામકાજથી ગુજરાતના 43 ટકા મતદાતા સંતુષ્ઠ છે. સર્વેમાં 27 ટકા લોકોએ રૂપાણી સરકારના કામકાજથી નાખુશ છે. તો 26 ટકા લોકોએ કામકાજને એવરેજ ગણાવ્યું હતું.  જ્યાં સુધી કેન્દ્રમાં મોદી સરકારના કામકાજનો સવાલ છે કો ગુજરાતમાં 52 ટકા મતદાતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના સર્વેમાં માત્ર 22 ટકા લોકો પીએમ મોદીના કામકાજથી નાખુશ જોવા મળ્યા હતા. તો 23 ટકા લોકોએ કામકાજને સરેરાશ ગણાવ્યું હતું.  સર્વેમાં ગુજરાતમાંથી 61 ટકા લોકો ફરી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા માંગે છે. તો રાજ્યના 28 ટકા લોકોએ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે પોતાની પસંદ ગણાવી હતી. 
સર્વેમાં રાજ્યના લોકોએ મોંઘવારીને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો. આ સિવાય બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, સાફ સફાઇ અને પીવાના પાણીને મુખ્ય મુદ્દા ગણાવ્યા હતા.  ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન મોટો મુદ્દો હતો. પાટીદારો માટે આંદોલનની માંગ કરનાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. તો ઈન્ડિયા ટુડેના આ સર્વેમાં 44 ટકા લોકોએ કહ્યું કે, પાટીદાર આંદોલન આગળ ન ચાલું રહેવું જોઈએ. તો 34 ટકા લોકોએ આંદોલન ચાલુ રાખવાની વાતને સમર્થન આપ્યું હતું.  પેટ્રોલ અને ડીઝની વધતી કિંમતો વિશે પૂછ્યા વિશે સર્વેમાં 81 ટકા લોકોએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ટેક્સમાં રાહત આપવી જોઈએ. તો 13 ટકા લોકોએ કહ્યું કે, ટેક્સ ન ઘટાડવો જોઈએ.