શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (11:49 IST)

ગુજરાતમાં પણ ધો.૯થી૧૨માં રાત્રી શાળાની મંજૂરી આપવાનો શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં પ્રસ્તાવ

ગુજરાત શિક્ષણ બોર્ડની આગામી સામાન્ય સભાની બેઠક થોડા દિવસમાં મળનાર છે ત્યારે શિક્ષણ બોર્ડના જ એક સભ્યએ બોર્ડના આગામી એજન્ડમાં પ્રસ્તાવ મુકીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ ધો.૯થી૧૨ની રાત્રી સ્કૂલોની મંજૂરી આપવામા આવે. બોર્ડના સભ્યએ તેમના પ્રસ્તાવમાં રજૂઆત કરી છે કે હાલ ગુજરાતમાં માત્ર દિવસ દરમિયાન શાળાઓ ચલાવાય છે અને રાત્રી સ્કૂલોની જોગવાઈ નથી. પરંતુ મહારાષ્ટરમાં ધો.૧૧-૧૨ જુનિયર કોલેજો તથા મુંબઈ યુનિ.ની કેટલીક કોલેજો રાત્રે પણ ચાલે છે. 
જેને કારણે શ્રમજીવી અને આર્થિક કારણોસર કે પોતાના ધંધા-નોકરીની મર્યાદાને લીધે દિવસે સ્કૂલમાં રેગ્યુલર અભ્યાસમાં જઈ શકતા નથી. તેથી આ વિદ્યાર્થીઓ રાત્રે સ્કૂલમાં જઈને અભ્યાસ કરી શકે તે હુતેથી રાજ્યમાં રાત્રિ શાળાઓ ધો.૯થી૧૨ની શરૃ કરવાની મંજરીની માંગણી આવે તો મંજૂરીના નિયમો જળવાય તે રીતે  વ્યાજબી કેસમાં રાત્રી શાળાઓની મંજૂરી વિદ્યાર્થીઓના હિતમાં આપવામા આવે. જો કે હાલ રાજ્યમાં કેટલીક એનજીઓ કે સંસ્થાઓ દ્વારા રાત્રી સ્કૂલ-કોલેજ ચલાવાય છે પરંતુ તેને કોઈ સત્તાવાર મંજૂરી નથી હોતી ગરીબ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસ રૃપે શીખવાડવામા આવતુ હોય છે.