મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:35 IST)

ગુજરાતના આ બે કોંગ્રેસી નેતાઓએ કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સહમતી દર્શાવી

પાટીદાર અનામત આંદોલન કનવિનર અને કોંગ્રેસી નેતા પટેલ તથા ધારાસભ્ય લલિત વસોયાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટર અપલોડ કર્યા જેમાં તેઓએ કાશ્મીરની કલમ ૩૭૦ અને ૩૫એ રદ થયા પર કેન્દ્રની ભાજપ સરકાર સાથે સહમત છે અને કેન્દ્ર સરકારે કાશ્મીર મુદ્દે જે કર્યું તે બરાબર છે તેવું લખાણ છે. આ સાથે તેઓએ રાજકીય આક્ષેપો બાજુમાં મૂકી રાષ્ટ્રીય હિત ની વાત સાથે આગળ વધ્યા છે અને તેમાં ભાજપ સરકાર નો સાથ આપ્યો છે. લગભગ મુદ્દાઓ પર રાજકીય રીતે આક્ષેપો કરતા આ બને નેતાઓ કાશ્મીર માંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવાના મામલે કેન્દ્ર સરકારે જે કર્યું તે બરાબર કર્યું તેવું લખ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સિનિયર કોંગ્રેસી નેતા આ પગલાંઓ વિરોધ કરી રહ્યા છે.