શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:17 IST)

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો ભારે રસાકસી બાદ પૂણેરી પલટન સામે 31-33થી પરાજય

પટણા: સચીન અને સુમિતની શાનદાર લડાયક રમત છતાં પ્રો કબડ્ડી લિગની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો પૂમેરી પલટન સામેની મેચમાં 31-33થી પરાજય થયો હતો. સચીને 14 રેડમાં નવ અને સુમિતે 6ણ ટેકલમાં બે પોઈન્ટ મેળવ્યા હતા પરંતુ સમગ્ર મેચમાં ખૂબજ ઓછા પોઈન્ચનું અંતર છેવટ સુદી જળવાઈ રહ્યું હતું પરંતુ ગુજરાતે માત્ર બે પોઈન્ટથી મેચ ગુમાવી હતી. 

આ સાથે ગુજરાતનો આ સિઝનની પાંચમી મેચમાં આ બીજો પરાજય છે અને તે 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગયું છે જ્યારે સ્પર્ધામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહેલી પૂણેરી પલટને તેની પાંચમી મેચમાં આ બીજો વિજય મેળવ્યો છે અને તેના 10 પોઈન્ટ થયા છે. જોકે આ મેચ જીતવા સાથે તે પોઈન્ટ ટેબલમાં છેક 11મા ક્રમેથી નવમા ક્રમે પહોંચી ગયું છે. 

પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની 28મી મેચ અત્યંત રસાકસીભરી રહી હતી. ગુજરાત ફોર્ચ્યુન જાયન્સ્ટે આજે ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી પણ પહેલો પોઈન્ટ પૂણેરી પલ્ટને નોંધાવ્યો હતો. જોકે, એ પછી ગુજરાતના ખેલાડીઓએ શાનદાર રમત બતાવી ને પ્રથમ હાફ પૂરો થતા સુધીમાં ભારે રસાકસી બાદ 17-14થી સરસી મેળવી હતી.બીજા હાફમાં પૂણેરી પલટને જોરદાર વળતી લડત આપી અને ગુજરાતની ટીમને ક્યારેય આગળ આવવા દીધી ન હતી. 

એક વખત સરસાઈ મેળવ્યા બાદ જોરદાર ટક્કર છતાં પૂણેરી પલટને ગુજરાતના ખેલાડીઓને જરાયે મચક આપી નહતી. ગુજરાતના ખેલાડીઓએ વિજય માટે સારી લડત આપી અને બીજા હાફમાં તેમનું સરસાઈનું અંતર સતત ઉપર-નીચે થતું રહ્યું પણ તેઓ પૂણેરી પલટનથી આગળ નીકળી શક્યા નહતા.