સુરતના હરમીત દેસાઇએ ટેબલ ટેનિસ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

Last Modified મંગળવાર, 23 જુલાઈ 2019 (11:39 IST)
સુરત: ઓરિસ્સાના કટકમા રમાય રહેલી કોમન વેલ્થ ચેમ્પિયનશીપમા ફરી એક વાર સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસ ક્ષેત્રે સમગ્ર દુનિયભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. હરમીત દેસાઇએ સિંગલ મેનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

સુરતના હરમીત દેસાઇએ ફરીથી સમગ્ર દેશ સહિત દુનિયામા પોતાનુ નામ રોશન કર્યુ છે. તાજેતરમાં જ ઓરિસ્સાના કટકમાં 21મી કોમનવેલ્થ ચેમ્પ્યિનશીપનું આયોજન હાથ કરવામાં આવ્યું હતું. આ ચેમ્પ્યિશીપમાં હરમીત દેસાઇ સિગલ મેન તરીકે ટેબલ ટેનિશ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત બાદ આખરે સોમવારે સાંજે જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ખાસ કરીને હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમા વલ્ડ 24મા સ્થાન ધરાવે છે.

સાથિયાન સામે મેચ જીતવીએ હરમિત માટે ખુબ જ કઠીન હતું. જો કે હરમિતે હાર માની ન હતી અને જીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ આખરે હરમિતની મહેનત રંગ લાવી હતી અને છેલ્લા રાઉન્ડમાં હરમિતે જીત નોધાવીને પોતાના નામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં 4-3થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સ અને વુમન્સ ડબલ્સના ટાઈટલ પણ ભારતીય ખેલાડીએ જીત્યા હતા.

હરમિતે જે રીતે કોમન વેલ્થ ગેમ્સમા ગોલ્ડ મેડલ જીત્યો છે તેને લઇને તેના મિત્ર વર્તુળમા પણ ખુશીની લહેર જોવા મળી હતી. મિત્રોએ એકબીજાનું મોઢુ મીઠુ કરાવી આ જીતની ઉજવણી પણ કરી હતી. સાથોસાથ એવી આશા પણ વ્યકત કરી હતી કે હરમિત આ જ રીતે એક પછી એક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ સમગ્ર દુનિયામાં ગૌરવ કરે.

મેન્સ સિગલ સહિત મિક્સ્ડ ડબલ્સ ઉપરાંત વુમન્સ કેટેગરીની ટીમ ઈવેન્ટમાં પણ ભારતે ગોલ્ડ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં તમામ સાત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.


આ પણ વાંચો :