ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત, વર્લ્ડ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૯માં લજ્જા ગોસ્વામીની પસંદગી

lajja goswami
અમદાવાદ:| Last Modified ગુરુવાર, 18 જુલાઈ 2019 (11:00 IST)


ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીની ચેંગડુ-ચાઇના ખાતે તા.૦૮/૦૮/૨૦૧૯ થી ૧૮/૦૮/૨૦૧૯ દરમ્યાન યોજાનાર World Police & Fire Games -૨૦૧૯માં પસંદગી થઇ છે. લજ્જા ગૌસ્વામીને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, લજ્જાએ રમત-ગમત ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરીને વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે તે સમગ્ર ગુજરાત અને માટે ગૌરવ સમાન છે. તેમણે કહ્યું કે, અન્ય મહિલાઓએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઇએ તેમજ મહીલાઓને પ્રેરણા મળી રહે તે માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આ વિશ્વ કક્ષાની સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. જેમા વિશ્વના અલગ અલગ દેશના પોલીસ કર્મીઓ ભાગ લેતા હોય છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતભરમાંથી ૧૫૦ થી વધુ રમતવીરોની પસંદગી થઇ છે જેમાં ગુજરાતના આ બાહોશ મહિલા અધિકારીની પસંદગી થઇ છે જે અન્ય માટે પ્રેરણારૂપ રહેશે. લજ્જા ગોસ્વામી શુટીંગ રમતની સ્પર્ધામાં રમતમાં ભાગ લેનાર છે તેમાં વિજેતા બનીને દેશનું નામ રોશન કરે તેવી રાજય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

લજ્જા ગોસ્વામીએ વર્ષ ૨૦૧૭માં યુ.એસ.એ. ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વભરની પોલીસમાં ગુજરાત પોલીસનું નામ ગુંજતું કર્યુ છે. તેમજ વર્ષ ૨૦૧૭માં કેરાલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. વર્ષ ૨૦૧૮માં ઇન્દોર (એમ.પી.) ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જ્યારે વર્ષ ૨૦૧૯માં કેરાલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેનો શ્રેય ગુજરાત સરકારને જાય છે. આમ વિવિધ શુટિંગ સ્પર્ધામાં લજ્જા ગોસ્વામીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક સિદ્ધિ હાંસલ કરી છે.
રાજય સરકાર ધ્વારા રમત –ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર
ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની નીતિ રહી છે. તેના ભાગ રૂપે લજ્જા ગોસ્વામીને રાજય સરકાર ધ્વારા ખાસ કિસ્સામાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે વર્ષ – ૨૦૧૨માં નિમણુંક આપી છે અને તેઓ વર્ષ-૨૦૧૪ થી પોલીસ ઇન્સ્પેકટર તરીકે જોડાયા છે. હવે જયારે તેમની World Police & Fire Games -2019 માં પસદંગી થવા પામી છે ત્યારે આ ચેમ્પીયનશીપમાં પ્રેકટીસ કરવા અને રમવા માટે રાયફલ તથા એમ્યુનેશન ખરીદ કરવા માટે સરકાર ધ્વારા રૂા.૧૨,૯૫,૭૮૦/- (અંકે રૂપિયા બાર લાખ પંચાણું હજાર સાતસો એસી પુરા)ની ખાસ કિસ્સામાં મંજુરી આપવામાં આવી છે.


આ પણ વાંચો :