શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: વડોદરા. , સોમવાર, 17 જૂન 2019 (18:24 IST)

Gujarat Police Recruitment 2019: ગુજરાત પોલીસમાં બંપર નોકરીઓ, જલ્દી શરૂ થશે ભરતી

ગુજરાત સરકારે પોલીસમાં બંપર નોકરીઓ કાઢી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જડેજા મુજબ રાજ્ય પોલીસમાં 10,000 પોલીસ કર્મચારીઓની ભરતી થવા જઈ રહી છે.   તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેના પ્રભાવમાં પ્રસ્તાવને મંજુરી પણ આપી દીધી છે. 
 
ગૃહ રાજ્ય મંત્રી જડેજાએ પોલીસ પ્રશિક્ષણ સ્કુલમાં લોકદક્ષક દળ જવાનોના પાસિંગ આઉટ પરેડની સમીક્ષા પછી આ વાતો કરી છે.  તેમણે કહ્યુ, છેલ્લા 10 વર્ષમાં લગભગ પચાસ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. પણ ગુજરાત પોલીસ વિભાગને હજુ વધુ પોલીસ કર્મચારીઓની જરૂર છે અને સીએમ વિજય રૂપાણીએ 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓની ભરતી માટે એક પ્રસ્તાવને પોતાની મંજુરી આપી દીધી છે. 
 
જડેજાએ કહ્યુ કે શિક્ષિત કર્મચારીઓને ગુજરાત પોલીસમાં સામેલ કરવાથી વિભાગની દક્ષતા અને કાર્યપ્રણાલીમાં વૃદ્ધિ થઈ છે.  તેમણે આગળ કહ્યુ કે રાજ્યમાં અપરાધોની ઓળખની સટીક તપાસ અને વધતી દર માટે કોશિશ કરવામાં આવી રહી છે. જે માટે પોલીસ ટ્રેનિગ સ્કુલને આધુનિક હથિયાર અને નવી તકનીક યુક્ત કરવામાં આવી રહી છે. 
 
એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં દર એક લાખ નાગરિક પર 169 પોલીસ કર્મચારીઓની જરૂર છે. જ્યારે કે હાલ આ સંખ્યા 120 છે.