શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (13:15 IST)

PM મોદીની 'મન કી બાત' જેમ હવે CM વિજય રૂપાણી પણ કરશે 'મનની મોકળાશ' કાર્યક્રમ

પ્રધાનમંત્રીની 'મન કી બાત'ની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના CM વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમ આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી યોજાશે. આવતી કાલ એટલે કે, 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આ એક અલગ પહેલ કારમાં આવી રહી છે.