ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (18:55 IST)

IIM બાદ હવે IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ આઇઆઇએમમાં બે પ્રોફેસર સહિત 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના એક દિવસ બાદ ગાંધીનગર આઇઆઇટીમાંથી પણ 25 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થયા હોવાની પુષ્ટિ થઇ હતી. તેમાંથી ઘણા વિદ્યાર્થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેંડની મેચ રમાઇ હતી તે ટી-20 મેચ જોવા ગયા હતા. જેથી હડકંપ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી જ તેમને કોરોના સંક્રમણ લાગ્યું છે. હાલ ગાંધીનગર આઇઆઇટીમાં કોઇપણની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
 
મળૅતી માહિતી અમદાવાદ આઇઆઇએમમાં શુક્રવારે બે પ્રોફેસર સહિત 40 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ આઇઆઇએમમાં હડકંપ મચી ગયો છે. આઇઆઇએમના ઘણા વિદ્યાર્થી 12 માર્ચના દિવસે અમદાવાદમાં રમાયેલી મેચ જોવા ગયા હતા. તો બીજી તરફ આઇઆઇટી ગાંધીનગર અને જીટીયૂમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું હોવાની પુષ્ટિ થઇ છે. 
 
આઇઆઇટી ગાંધીનગરના 25 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તો બીજી તરફ જીટીયૂના વાઇસ ચાન્સલર સહિત 6 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેના લીધે કેમ્પસમાં સન્નાટો છવાઇ ગયો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે ગુજરાતમાં ગત થોડા દિવસોથી સંક્રમણના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. જેમાં શુક્રવારે 2190 કેસ નોંધાયા હતા તો 6 લોકોના મોત થયા હતા. સીએમ રૂપાણી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થશે.