શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (09:12 IST)

ધાનેરાના અનાપુર છોટા ગામે પુત્રએ કાર રિવર્સ લેતાં પિતા કચડાઈ જતા સારવાર દરમિયાન મોત

ધાનેરા તાલુકાના છોટા અનાપુર ગામે મિલ્કતના ઝઘડામાં ભાઇને કારની ટક્કર મારવા જતાં તે ખસી જતાં બચી ગયો, કાર રિવર્સ લેતાં પિતાને ટક્કર વાગી હતી. જેમનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

ધાનેરાના અનાપુર છોટા ગામે પ્રકાશભાઇ કાંતિલાલ જોષી અને દિનેશભાઇ જોષી વચ્ચે મિલ્કતનો ઝઘડો ચાલતો હોઇ તેમની બહેન પ્રભા ગણપતભાઇ જોષી ત્યાં આવી ભાગ પાડવા અંગે પુછયું હતુ. પ્રકાશભાઇ અને તેમનો દિકરો ભીખાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. જેમણે લાકડી મારતાં દિનેશભાઇને ઇજાઓ થઇ હતી. જેમને સારવાર કરાવી પરત લવાયા હતા. દરમિયાન ભીખાભાઇએ પોતાના ભાઇ ભાવેશભાઇ જોષીને મારી નાંખવાના ઇરાદે કાર ચઢાવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ ખસી ગયા હતા. દરમિયાન ભીખાભાઇએ પાછળ જોયા વિના કાર રિવર્સ લેતાં તેમના પિતા પ્રકાશભાઇ જોષી ગાડી નીચે આવી ગયા હતા. જેમને ગંભીર હાલતમાં પાલનપુર અને ત્યાંથી અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં શનિવારે મોત નિપજ્યું હતુ. આ અંગે ભાવેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી.